ગોપીચંદ હિન્દુજાના નિધન પછી હિન્દુજા ગ્રુપનું નેતૃત્વ કોણ કરશે?
હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાના અવસાન પછી તેમના ઉત્તરાધિકારી કોણ બનશે? તે સૌથી મોટો સવાલ છે. તેઓ ઘણા સંભવિત ઉત્તરાધિકારીઓને પાછળ છોડી ગયા છે. ગ્રુપમાં ઉત્તરાધિકાર સુનિશ્ચિત યોજના છે, પરંતુ ઘણા દાવેદારો હોવાથી ટોચ પર સત્તા સંઘર્ષને નકારી શકાય નહીં. ગોપીચંદ હિન્દુજાના ઉત્તરાધિકારી માટે કોઇ એક વ્યક્તિનું સ્પષ્ટ નામ ઉભર્યું નથી.